/connect-gujarat/media/post_banners/89d6ce6c3fa322658cc362313d5063aad53686664bceefa0d0ec44b5ee4e393f.jpg)
અંકલેશ્વરની પ્રતીનચોકડી સ્થિત ઇન્દ્ર્પથ કોમ્પ્લેક્ષ બહારના માર્ગ પર કાર ચાલકને ઓઈલ ટપકતું હોવાનું કહી બે ગઠીયા કારમાં રહેલ રોકડા ૧.૫૦ લાખ સહિતના દસ્તાવેજોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર શહેર વિસ્તારમાં ચીલ ઝડપ અને ચોરીની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે કોસમડીની ગાર્ડન સીટીમાં રહેતા આશિષકુમાર ચિંતામણી શુકલા પાનોલીથી કામગીરી પૂર્ણ કરી અંકલેશ્વરની પ્રતીમ ચોકડી સ્થિત ઇન્દ્ર્પથ કોમ્પ્લેક્ષ બહાર માર્ગ ઉપર કાર લઈને ઉભા હતા તે દરમિયાન ગતરોજ સાંજના સમયે બે અજાણ્યા ઈસમો ત્યાં આવ્યા હતા અને કારમાંથી ઓઈલ ટપકતું હોવાનું તેઓને જણાવ્યું હતું જેને પગલે આશિષકુમાર શુક્લા નીચે ઉતરી બોનેટ ખોલી તપાસ કરતા બંને ઈસમોએ તેઓને વાતામો ભોળવી કારમાં પડેલ બેગમાં રહેલ રોકડા ૧.૫૦ લાખ અને કેશબુક,ઓફીસનું પેમેન્ટ રજીસ્ટર સહિતના દસ્તાવેજોની ચીલ ઝડપ કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.