Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: મામલતદાર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલ કર્મચારીની બાઈકની ચોરી,CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી

મામલતદાર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલ કોન્ટ્રાક્ટના કર્મચારીની બાઈકની ચોરી કરી વાહન ચોર ફરાર થઈ રહ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

અંકલેશ્વર: મામલતદાર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલ કર્મચારીની બાઈકની ચોરી,CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી
X

અંકલેશ્વર મામલતદાર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલ કોન્ટ્રાક્ટના કર્મચારીની બાઈકની ચોરી કરી વાહન ચોર ફરાર થઈ રહ્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

મૂળ હાંસોટ અને હાલ અંકલેશ્વરની ચીકુવાડી વિસ્તારમાં આવેલ કાલીની એપાર્ટમેન્ટ ખાતે રહેતા મિતેશકુમાર સોલંકી અંકલેશ્વર મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટના કર્મચારી તરીકે ફરજ બજાવે છે જેઓએ ગતરોજ પોતાની મોટર સાઇકલ નંબર-જી.જે.16.બી.એલ.0725 પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોર ત્રાટકી બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.બાઇક ચોરીની ઘટના કચેરીમાં લગાવેલ સીસીટીવી કેમેરા કેદ થઈ છે ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે અરજીરૂપી ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Next Story