/connect-gujarat/media/post_banners/ea5260b365e41607f08e129e1928391149320fe0c18525ca41b19eb5d569f2b4.webp)
અંકલેશ્વરના જવાહર બાગની સામે પાર્કિંગમાંથી પાંચ દિવસ પહેલા ચોરી થયેલ બાઈક સાથે પોલીસે બાઈક ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરની આદર્શ સ્કુલની સામે ભાટવાડ વિસ્તારમાં રહેતા કલ્પેશ મનુભાઈ પટેલ ગત તારીખ-૧લી માર્ચના રોજ પોતાની પત્ની સાથે બાઈક નંબર-જી.જે.બી.ડી.૮૫૪ લઇ જવાહર બાગ ખાતે આવ્યા હતા અને પોતાની બાઈક જવાહર બાગની સામે પાર્કિંગમાં પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો તેઓની ૩૦ હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.તે દરમિયાન શહેર એ ડીવીઝન પોલીસે ચોરીની બાઈક સાથે જુના સક્કરપોર ગામના સક્કરપોર ભાઠા ઉગમણું ફળિયામાં રહેતો અનીલ ઉર્ફે મિતેશ કાંતિલાલ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.