Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ખુલ્લા પ્લોટ પર ગેરકાયદે દબાણ કરાતા ઈન્દીરા આવાસ-અંદાડાના આદિવાસી સમાજનું તંત્રને આવેદન…

અંકલેશ્વરના અંદાડા ઈન્દીરા આવાસ ટેકરા ફળીયાના આદિવાસી સમાજના સભ્યોએ ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું.

અંકલેશ્વર : ખુલ્લા પ્લોટ પર ગેરકાયદે દબાણ કરાતા ઈન્દીરા આવાસ-અંદાડાના આદિવાસી સમાજનું તંત્રને આવેદન…
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાડાના ઈન્દીરા આવાસ ટેકરા ફળીયાના આદિવાસી સમાજ દ્વારા ઇન્દીરા આવાસના ખુલ્લા પ્લોટને ખુલ્લો મુકવાના મુદ્દે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

અંકલેશ્વરના અંદાડા ઈન્દીરા આવાસ ટેકરા ફળીયાના આદિવાસી સમાજના સભ્યોએ ભરૂચ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ઇન્દીરા આવાસમાં અંદાજીત 50 મકાનો આવેલ છે, જે ઇન્દિરા આવાસ માટે આવેલ ખુલ્લા પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી કેટલાક અસામાજિક તત્વોએ કબજો જમાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના પગલે શુભ-અશુભ પ્રસંગે આવાસના રહીશોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, ત્યારે આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી સમાજના સભ્યોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Next Story