Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:પગપાળા હજ કરવા નીકળેલ યુવાનનું કરાયું સ્વાગત,8600 કી.મી.નો પ્રવાસ ખેડી પહોંચશે મક્કા શરીફ

કેરલ ખાતેથી મક્કામદીના સુધીની પગપાળા યાત્રા કરનાર યુવાન અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

X

કેરલ ખાતેથી મક્કામદીના સુધીની પગપાળા યાત્રા કરનાર યુવાન અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ભારત કેરલાના માલાપુરમના શિહાબ ચોટ્ટૂર આશરે ૮૬૦૦ કીલોમીટરનો સફર લગભગ ૮ થી ૧૨ મહીનામાં પગપાળા ચાલીને મક્કાશરીફ પહોંચશે ૬ દેશોને પાર કરી ૮ થી ૧૨ મહીને મક્કાશરીફ પહોંચી હજ ૨૦૨૩ અદા કરશે, શિહાબ ચોટ્ટૂર આજે અંકલેશ્વર આવી પહોંચ્યા હતા જયાં મુસ્લીમ સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. કેરલના માલાપુરમના શિહાબ ચોટ્ટૂર નામના મુસ્લીમ યુવક દ્વારા મુસ્લીમ સમાજનું પવિત્ર મકકાશરીફ જ્યાં મુસ્લીમ સમાજના લોકો હજ કરવા માટે જાય છે આ યુવકે મકકાશરીફ ચાલીને જવાનું નકકી કર્યું છે અને મેં મહીનામાં તેમના ગામ માલાપુરમથી નીકળેલા શિહાબ ચોટ્ટૂર સફર કાપી આજ રોજ અંકલેશ્વર ખાતે આવી પહોંચયા હતા જ્યાં મુસ્લીમ સમાજ દ્વારા શિહાબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું અને શિહાબ ચોટ્ટૂર ભરૂચ થી વાઘાબોર્ડર તરફ રવાના થયા હતા.શિહાબ ચોટ્ટૂર રોજનું ૪૫ થી ૫૦ કીલોમીટરનું અંતર પગપાળા કાપે છે.શિહાબ ભારત, પાકીસ્તાન, ઈરાન, કુવૈત, સાઉદી અરેબીયા થઈને મક્કાશરીફ ૬ દેશોને પાર કરીને આશરે ૮ થી ૧૨ મહીનામાં મકકાશરીફ પહોંચશે અને હજ ૨૦૨૩ અદા કરશે હાલ તેમની સાથે તેમના ૮ થી ૧૦ મીત્રો છે તે વાઘાબોર્ડર સુધી રહેશે ત્યાર પછીનો સફર શિહાબ ચોટ્ટૂર એખલા કાપશે

Next Story