/connect-gujarat/media/post_banners/966e5513ff4c5489ccd396708c28dc494aa587b8cc27f8ed31abb27c53e469d7.jpg)
અંકલેશ્વરમાં રવિવારના રોજ એશિયન પેઇન્ટ્સ ઇન્ટરનેશનલ મેરેથોન ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે..
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના આધ્યસ્થાપક એવા ડી.એ. આનદપુરાની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી સંચાલિત ડી.એ. આનદપુરા કલ્ચરલ અને સ્પોર્ટ્સ સેન્ટર ખાતે ૨૮મી જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરાથોન રેસનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મેરાથોનમાં અંકલેશ્વર, ભરૂચ, ઝગડિયા, દહેજ, પાનોલી, સાયખા, વિલાયત જેવી અનેક જી.આઈ. ડી.સી.ના એસોસિએશનસ, વિવિધ કંપનીઓના સહયોગથી મેરેથોન યોજાશે. આ મેરાથોનમાં ૨૧.૫ કિલોમીટર અને ૧૦ કિલોમીટરની સમયબદ્ધ દોડ, ૫ અને ૩ કિલોમીટરની ફન રનનું આયોજન કરવામાં આવ્યું છે. મેરાથોનના રૂટ ઉપર ૧૦ હાઇડ્રેશન પોઈન્ટ, દોડવીરોને સહાયરૂપ એવી પ્રોટીન/ગ્લુકોઝ સામગ્રી, આપવામાં આવશે.આ સમગ્ર આયોજનમાં દિનેશ પટેલ, સુભાષ પટેલ, પરેશ પટેલ, દિપક રૂપારેલ, અશોક પંજવાણી, ભરત પટેલ, કૃષ્ણા મહારાઉલજી, અર્પણ સુરતી, નરેન્દ્ર ભટ્ટનો સહયોગ સાંપડ્યો છે