અંકલેશ્વર: યુવા ભાજપ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર યુવા ભાજપ પ્રમુખ દક્ષેશભાઈ ઉપપ્રમુખ જીગર પટેલ,મંત્રી વિનોદ કુમાર,નગરપાલિકાના સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

New Update
અંકલેશ્વર: યુવા ભાજપ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરના જવાહર બાગ અને ગામ તળાવ ખાતે ભાજપના યુવા મોરચા દ્વારા સેવા હી સંગઠનના ભાગરૂપે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના કપરા કાળમાં ઓક્સિજન માનવી માટે કેટલો જરૂરી છે,તેની મહત્વતા દરેકને સમજાઈ ગઈ છે ત્યારે પર્યાવરણ જાળવણી અને શુદ્ધ વાતાવરણના નિર્માણ માટે વૃક્ષોની આવશ્યકતા સમજી સૌ કોઈને વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી બનવાના હેતુસર અંકલેશ્વર યુવા ભાજપ દ્વારા જવાહર બાગ અને ગામ તળાવ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

વિવિધ વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું॰આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર યુવા ભાજપ પ્રમુખ દક્ષેશભાઈ ઉપપ્રમુખ જીગર પટેલ,મંત્રી વિનોદ કુમાર,નગરપાલિકાના સભ્યો અને શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

New Update
MixCollage-27-Jul-2025-09-14-PM-1191

ભરૂચના આમોદ તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઇજાની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.