અંકલેશ્વર : ગડખોલ પાટીયા પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, બે ના મોત

અંકલેશ્વર- ભરૂચને જોડતા જોડતા માર્ગ પર ગડખોલ પાટીયા પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયાં છે.

New Update
અંકલેશ્વર : ગડખોલ પાટીયા પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, બે ના મોત

ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઇ રહી છે. અંકલેશ્વર- ભરૂચને જોડતા જોડતા માર્ગ પર ગડખોલ પાટીયા પાસે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયાં છે...

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડનબ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજની સાથે સાથે અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે ફલાયઓવર બનાવવામાં આવ્યો છે. નર્મદા મૈયા બ્રિજ બનવાથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુકિત તો મળી છે પણ એક નવી સમસ્યા ઉભી થઇ છે અને તે છે અકસ્માતની.. નર્મદા મૈયા બ્રિજ પરથી માત્ર એસટી બસોને પસાર થવાની મંજુરી આપવામાં આવી છે પણ ખાનગી લકઝરી બસો અને ટ્રકો પણ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઇ રહી છે તેમ છતાં વહીવટી અને પોલીસતંત્ર મૌન છે. બીજી તરફ રસ્તાઓના કારપેટીંગ કરાયાં બાદ વાહનો પણ પુરઝડપે પસાર થઇ રહયાં છે.

ભરૂચ- અંકલેશ્વર રોડ પર વધી રહેલી વાહનોની સંખ્યા અકસ્માતને ઇજન આપી રહી છે. અંકલેશ્વરના ગડખોલ ફલાયઓવર પાસે સુરત તરફથી આવતી અર્ટિગા કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર રોંગ સાઇડ પર જઇને સામેથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાય હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયાં છે જયારે 5 થી વધારે લોકોને ઇજા પહોંચી છે. ગડખોલ ફલાયઓવર બ્રિજની વાત કરવામાં આવે તો આ વિસ્તાર નવો અકસ્માત ઝોન બની રહયો છે. બ્રિજના ભરૂચ તરફના છેડા પાસે લાઇટ કે સ્પીડબ્રેકર નથી આ ઉપરાંત પોલીસે પથ્થરો મુકી બ્લોક કરેલો રસ્તો પણ વાહનચાલકોએ ખોલી નાંખ્યો છે. આ કારણોસર અહીં અકસ્માતો થઇ રહયાં હોવાનું સ્થાનિકો જણાવી રહયાં છે. જો વહેલી તકે આ સ્થળે લાઇટ કે સ્પીડબ્રેકર નહિ મુકાય તો અકસ્માતો થતાં જ રહેશે. બીજી તરફ નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર રોકવા માટે પોલીસ, વહીવટી અને આરટીઓ વિભાગ આળસ ખંખેરે તે જરૂરી છે.

Latest Stories