અંકલેશ્વર: શહેર અને તાલુકામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા

સજોદ ગામના કુંભાર ફળિયામાં રહેતા ૩૭ વર્ષીય મહેશ પ્રજાપતિ પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.સી.એલ.૨૭૨૦ લઇ ગામના પહેલા આવેલ સી.એન.જી.પંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા

New Update
અંકલેશ્વર: શહેર અને તાલુકામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા

અંકલેશ્વરના સજોદ ગામના કુંભાર ફળિયામાં રહેતા ૩૭ વર્ષીય મહેશ પ્રજાપતિ પોતાની બાઈક નંબર-જી.જે.૧૬.સી.એલ.૨૭૨૦ લઇ ગામના પહેલા આવેલ સી.એન.જી.પંપ નજીકથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે.૦૫.સી.કે.૧૨૫૭ના ચાલકે બાઈક સવાર મહેશભાઈને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચતા મહેશ પ્રજાપતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

જયારે અન્ય અકસ્માતની ઘટના અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવર બ્રીજ નીચે બની હતી જેમાં અજાણ્યો ૪૫થી ૫૦ વર્ષીય યુવાન માર્ગ ઓળંગી રહ્યો હતો તે વેળા ટ્રક નંબર-આર.જે.૨૭.જી.ડી.૬૬૪૭ના ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું બંને અકસ્માતની ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest Stories