અંકલેશ્વર: ઉદ્યોગ મંડળ દ્વારા તારીખ 5મી જાન્યુયારીથી ૧૩માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન,જુઓ શું હશે વિશેષતા

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તારીખ પાંચમી જાન્યુયારીથી ૧૩માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા દર વર્ષે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે જી.આઈ.સી.સી.માં આવેલ ડી. એ. આનંદપુરા સાંસ્કૃતિક અને રમત-ગમત સંકુલ ખાતે તારીખ-૫મી જાન્યુઆરીથી ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોઢ લાખ સ્કેવર ફૂટ લેન્ડ સ્કેપ એરિયામાં મેગા પ્રદર્શનમાં ૮ ડોમમાં નાના-મોટા ૩૦૦ થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો અંગે માહિતી આપવા ગતરોજ એ.આઈ.એસ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આ પત્રકાર પરિષદમાં એકસ્પો ચેરમેન પ્રવિણ તેરૈયાએ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી આ પત્રકાર પરિષદમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી, મહામંત્રી ડો.વલ્લભ ચાંગાણી અને સભ્યો સહીત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories