અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીકથી કેમિકલના શંકાસ્પદ જથ્થા સાથે પોલીસે બે આરોપીની કરી ધરપકડ,રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ

New Update
અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીકથી કેમિકલના શંકાસ્પદ જથ્થા સાથે પોલીસે બે આરોપીની કરી ધરપકડ,રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ

અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસે આવેલ આશિર્વાદ હોટલ નજીકથી પોલીસે બોલેરો પીકઅપ ગાડીમાં શંકાસ્પદ પ્રેગાબાલિન કેમીકલ પાઉડર સાથે બે ઇસમોને રૂપિયા ૮.૭૦ લાખના મુદ્દામાલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલના માર્ગ દર્શન હેઠળ ભરૂચ એસ.ઓ.જીના પી.આઈ.એ.એ.ચૌધરી અને સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન અંકલેશ્વરની વાલીયા ચોકડી સ્થિત આશિર્વાદ હોટલ પાસે બોલેરો પીકઅપ ગાડી નંબર-જી.જે.૧૬.એ.ડબ્લ્યુ.૦૫૮૬ ઉપર શંકા જતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં રહેલ બે ડ્રમ તપાસ કરતા તેમાંથી પ્રેગાબાલિન કેમીકલ પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કેમિકલ પાઉડર અંગે ગાડીમાં રહેલ બે ઈસમોની પુછપરછ કરતા તે બંનેએ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે ગાડી ચાલક રાજસ્થાનના જોઘાવાસમાં રહેતો કર્મિરામ વિરારામ હોતીજી અને રામમિલન દૂનમૂન ઔરીની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી અને ૫૦ કિલો કેમિકલ પાઉડર અને ગાડી મળી કુલ ૮.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલ બંને ઇસમોની પુછપરછ કરતા કેમિકલ પાઉડર પાનોલી જી.આઈ.ડી.સી.ની પ્રકાશ કેમિકલ્સમાથી માલ ભરી મુંબઇ ખાલી કરવા નિકળેલ તે દરમિયાન માર્ગમાં બે ડ્રમમાંથી ઓરિજિનલ માલ કાઢી તેમાં સફેદ મિઠું ભરી મુંબઇ ખાતે ખાલી કરી દીધેલ હોવાનું કબુલ કર્યું હતું પોલીસે બંને ઈસમોને પાનોલી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment