ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવી દિવી ગામથી નીકળેલ આદિવાસી સમાજના ઘેરૈયાઓ શહેરી વિસ્તારમાં આવી પહોચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આસો નવરાત્રી પર્વની માઈભક્તો ગરબે જૂમી માતાજીની આરાધના કરતાં હોય છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અંકલેશ્વર તાલુકામાં વસતા આદિવાસી સમાજના યુવાનો વિવિધ વેશભૂષાથી સજ્જ થઈને નવરાત્રી પર્વ નિમિત્તે ઘેરૈયા બની માતાજીની આરાધના કરે છે. આદિવાસી સમાજના ઘેરૈયાઓ અલગ અલગ વિસ્તારોમાં ફરી બ્રહ્મચર્ય પાળી ગરબે ઝૂમી એકત્રિત કરેલ ફાળો માતાજીના મંદિરના ઉપયોગમાં કરે છે. આ આદિવાસી સમાજના ઘેરૈયા ગાયત્રી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓ મન મુકીને ગરબે ઝૂમ્યા હતા. ઘેરૈયાઓ તેઓની વેશભૂષાના કારણે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.