Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ભર શિયાળે નોટીફાઇડ વિસ્તારમાં ૩૫ દિવસ માટે પાણી કાપની સમસ્યા ઉદભવશે

અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં આગામી તા. ૧૨મી ડિસેમ્બર થી ૩૫ દિવસ માટે નહેરનો પાણી પુરવઠો બંધ થનાર હોય પાણીકાપની સમસ્યા ઊભી થશે.

X

અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં આગામી તા. ૧૨મી ડિસેમ્બર થી ૩૫ દિવસ માટે નહેરનો પાણી પુરવઠો બંધ થનાર હોય પાણીકાપની સમસ્યા ઊભી થશે.

તા.૧૨ ડિસેમ્બરથી ૧૫મી જાન્યુઆરી દરમિયાન ઉકાઇ જમણા કાંઠા નહેરમાંથી મળતો પાણીનો પુરવઠો ૩૫ દિવસો માટે બંધ રહેશે, જેને પગલે સ્થાનિક વસાહતીઓને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે.૩૫ દિવસો દરમ્યાન ઉકાઇ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાનારથી અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં પાણી પુરવઠો સદંતર બંધ રહેશે.રહેણાંક તેમજ ઔદ્યોગિક વસાહતમાં નોટિફાઇડ વિભાગે નાછૂટકે પાણીનો પુરવઠો મર્યાદિત માત્રામાં પુરો પાડવો પડશે.અંકલેશ્વર નોટીફાઇડ વિસ્તારમાં પાણીકાપ અંગે એક પરિપત્ર પણ જાહેર કરી દેવાયો છે.જે મુજબ રહેણાક વિસ્તારમાં સવારે ૬ થી ૯ ક્લાક દરમ્યાન ઓછા પ્રેશરથી પાણી પુરવઠો મળશે, જ્યારે ઉદ્યોગ એકમોમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી પાણી પુરવઠો મળશે.ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં પ્રતિદિન અંદાજે ૩૫ એમએલડી પાણીની જરૂરિયાત હોય છે. હાલમાં સ્ટોરેજ પોન્ડમાં પંદર દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે.પાણી પુરવઠાની આપુર્તિ માટે અન્ય વિકલ્પ તરીકે ઝઘડિયા વિભાગમાંથી આઠ થી દસ એમએલડી પાણી પ્રતિદિન મળી શકે તેમ હોવા છતા કેટલાક દિવસો પાણી કાપની પરિસ્થિતિ વિકટ બનશે બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં પણ પાણીકાપની સમસ્યા નહિવત રહેશે તેમ જણાવતા પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતુ કે પાલિકાના તળાવમાં ૩૦ દિવસો સુધી વગર કાપે પાણી પુરવઠો મળી રહે તેટલો પર્યાપ્ત માત્રામાં પાણીનુ સ્ટોરેજ ઉપલબ્ધ છે.

Next Story