/connect-gujarat/media/post_banners/ae056250c962af6378a1700fbab2a202370710420982e668bce2bb49e7355a5c.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ડિસેન્ટ હોટલની નજીક કેબિનના પાછળના ભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી.
ભરૂચ જિલ્લામાં આગની ઘટનાઓ દિન પ્રતિદિન સામાન્ય બનતી જાય છે. તેવામાં અંકલેશ્વર ખાતેથી આગની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરમાં ડિસેન્ટ હોટલ નજીક આવેલ કેબિનના પાછળના ભાગે અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકોમાં નાસભાગ મચી હતી. આગની ઘટનાને લઇ આશરે 2 જેટલી કેબિનો આગની ચપેટમાં આવી હતી. કેબિનના માલિકો સમય સૂચકતા પૂર્વક તાત્કાલિક ધોરણે કેબિનમાંથી માલ-સામાન ખસેડી લેતા મોટા આર્થિક નુકશાનમાંથી બચ્યા હતા. તો બીજી તરફ, બનાવની જાણ અંકલેશ્વર ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગનું ટેન્કર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પરંતુ એ પહેલા જ સ્થાનિકોએ આગ ઉપર પાણીનો મારી ચલાવી કાબુ મેળવી લીધો હતો.