Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: રક્ષાબંધનના તહેવારમાં ભાઈના કાંડે ક્યારે બાંધવી રાખડી? જુઓ સચોટ માર્ગદર્શન

રક્ષાબંધનના તહેવારમાં ભાઈના કાંડે રાખડી બાંધવા માટે અનેક મતમતાંતર જોવા મળી રહ્યા છે

X

રક્ષાબંધનના તહેવારમાં ભાઈના કાંડે રાખડી બાંધવા માટે અનેક મતમતાંતર જોવા મળી રહ્યા છે ત્યારે અંકલેશ્વરના શાસ્ત્રી રવિન્દ્ર વ્યાસ દ્વારા આ અંગે સચોટ માહિતી આપવામાં આવી હતી

શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. જોકે, આ વખતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી ૩૦ ઓગસ્ટે કરવી કે ૩૧ ઓગસ્ટના તેને લઇને મતમતાંતર સર્જાયા છે. કેટલાક જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 9:05થી રાત્રે 10:55ના રાખડી બાંધવા માટે જ મુહૂર્ત છે. બીજી તરફ કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે, ધાર્મિક રીતે 31 ઓગસ્ટ-ગુરુવારના આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને સમગ્ર દિવસ શુદ્ધ છે.

Next Story