અંકલેશ્વર : ગુલાબી સાડીમાં સજ્જ મહિલાઓ દ્વારા સંચાલિત અનોખુ મતદાન મથક બન્યું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

ગુલાબી સાડી અને ફેટામાં સજ્જ મહિલાઓએ બજાવી ફરજ, ગુલાબી રંગો ભર્યું મતદાન મથકે લોકોમાં જમાવ્યું આકર્ષણ.

New Update
અંકલેશ્વર : ગુલાબી સાડીમાં સજ્જ મહિલાઓ દ્વારા સંચાલિત અનોખુ મતદાન મથક બન્યું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત અનોખુ મતદાન મથક સૌકોઈ મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Advertisment

સમગ્ર રાજ્યમાં લોકસભા 2024ની ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે વહેલી સવારથી મતદાન કરવા મતદારો મતદાન મથકે પહોચ્યા હતા. જોકે, આ બધા વચ્ચે લોકોમાં અંકલેશ્વરનું એક મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અંકલેશ્વરના GIDC વિસ્તાર સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે અનોખુ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. હાલના સમયમાં મહિલાઓ પુરુષ સમોવડી બની છે, ત્યારે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે પુરુષો સાથે કદમથી કદમ મિલાવી રહી છે.

મહિલા સશક્તિકરણના ભાગરૂપે ગટ્ટુ વિદ્યાલય ખાતે મહિલાઓ દ્વારા સંચાલિત અનોખુ મતદાન મથક જોઈ સૌકોઈ મતદારો આકર્ષિત થયા હતા, જ્યાં તમામ મહિલાઓ મતદાન પ્રક્રિયા સંભાળી રહી છે. ગુલાબી સાડી અને ગુલાબી ફેટામાં સજ્જ મહિલાઓએ મતદાનની કામગીરી બખૂબી નિભાવી હતી, જ્યાં બૂથ લેવલ ઓફિસરથી લઈને EVM-VVPAT સહિતની તમામ કામગીરીની યોગ્ય રીતે ફરજ બજાવી હતી.