Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDCમાં આવેલ અમસલ કંપનીમાં પડી જતા કામદારનું સારવાર દરમ્યાન મોત,પોલીસે તપાસ શરૂ કરી

જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કંપનીના મેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં પડી જતા કામદારનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું.

અંકલેશ્વર: GIDCમાં આવેલ અમસલ કંપનીમાં પડી જતા કામદારનું સારવાર દરમ્યાન મોત,પોલીસે તપાસ શરૂ કરી
X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કંપનીના મેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં પડી જતા કામદારનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું

ભરૂચ તાલુકાના કરજણ ગામના બાવળિયા ફળિયામાં રહેતા ૪૧ વર્ષીય રાકેશ છોટુભાઈ પટેલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અમસલ કંપનીમાં નોકરી કરે છે જેઓ ગત તારીખ-૧૦મી મેના રોજ કંપનીમાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન મેલ્ટી પ્રોડક્ટ વિભાગમાં અચાનક પડી જતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story