અંકલેશ્વર: GIDCમાં આવેલ આઈ.સી.એલ.કંપનીમાં ઊંચાઈ પરથી નીચે પટકાતા કામદારનું મોત

GIDC માં આવેલ ICL કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરતો કામદાર નીચે પટકાતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું

New Update
અંકલેશ્વર: GIDCમાં આવેલ આઈ.સી.એલ.કંપનીમાં ઊંચાઈ પરથી નીચે પટકાતા કામદારનું મોત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ આઈ.સી.એલ કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરતો કામદાર નીચે પટકાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું

મૂળ યુપી અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મારુતિધામ-1 સોસાયટીમાં રહેતો 35 સંજયકુમાર રામ વિલસ વર્મા ગત રોજ નવ વાગ્યાના અરસામાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ આઈ.સી.એલ કંપનીમાં ફેબ્રિકેશનના કામ માટે ગયો હતો જે પ્લાન્ટ નંબર-5 પાછળ કામ કરી રહ્યો હતો તે દરમિયાન ઉપરથી નીચે પડી જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજયું હતું.બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.