Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : પાનોલીની ફીનોર કેમ યુનિટ-2માં કામદારને ગેસની અસર થવાનો મામલો, ટૂંકી સારવાર બાદ કામદારનું મોત

પાનોલી GIDCમાં આવેલ ફીનોર કેમ યુનિટ-2માં કામદારને ગેસની અસર થતાં તેનું ટૂંકી સારવાર બાદ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કરૂણ મોત નીપજયું હતું.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલ ફીનોર કેમ યુનિટ-2માં કામદારને ગેસની અસર થતાં તેનું ટૂંકી સારવાર બાદ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કરૂણ મોત નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરના ખરોડ ગામની યશનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય રિઝવાન મોહમંદ રફી મોહમદ પાનોલી GIDCમાં આવેલ ફીનોર કેમ યુનિટ-2માં શશી લેબર એજન્સીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. જે ગત તા. 6 માર્ચના રોજ PPD પેકિંગ વિભાગમાં કામ કરી રહ્યો હતો. તે વેળા તેને અચાનક ચક્કર આવતા કોન્ટ્રાકટરના સુપરવાઇઝર દ્વારા ખરોડની વેલ્ફેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને ગેસની અસર લાગી હોવાનું જણાવતા વધુ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેનું ગતરોજ રાતે ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story