/connect-gujarat/media/post_banners/036bfb4c9defbe60ea13ba33dd0bcc62faf7f096725333b5dcc16b9dbafba05f.webp)
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની માધવ કેમિકલ કંપનીની લિફ્ટમાં ફસાઈ ગયેલ કામદારને સારવાર મળે તે પહેલા જ તેનું કરૂણ મોત નીપજયું હતું
અંકલેશ્વરમાં રહેતો રાજીપ આદિત્ય માના આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં માધવ કેમિકલ કંપનીમાં પહેલા માળે સામાન કાઢી રહ્યો હતો તે વેળા તે લિફ્ટમાં ફસાઈ જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત કામદારને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું હાજર તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.