/connect-gujarat/media/post_banners/a3f7e2fac64460c948edeb2852bef893d35ce223468ddc343be3b85413d4e8cd.jpg)
સાવજનએ ગુજરાતની ઓળખ અને રાજ્યનું ઘરેણું ગણવામાં આવે છે. આજે 10મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ગુજરાત સરકારના વન વિભાગના જતન-સંવર્ધનના સાર્થક પ્રયાસોના કારણે સિંહની વસ્તીમાં વધારો પણ થઈ રહ્યો છે. વર્ષ 2020ની ગણતરી મુજબ, રાજ્યમાં સિંહની વસતી 674 જેટલી નોંધાય છે. મહત્વનું છે કે, આ ગણતરીમાં જંગલના રાજા સિંહ કરતાં સિંહણની વસ્તી વધુ જોવામાં આવી છે, ત્યારે આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામની પ્રાથમિક શાળામાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોને જંગલના રાજા સિંહ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત મહાનુભાવો અને સામાજિક સંસ્થા પેરેડાઇઝ ઇન્ડિયાના અમિત રાણાએ વિદ્યાર્થીઓને જંગલના રાજા એવા સિંહના માસ્કનું વિતરણ કરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધિકારીઓ, અંદાડા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો સહિત મોટી સંખ્યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.