અંકલેશ્વર: પરપ્રાંતિય યુવાને ફાળે ફાંસો લાગાવી આપઘાત કરતા ચકચાર,પોલીસે તપાસ શરૂ કરી

સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિ નગર-૨ સોસાયટીમાં પરપ્રાંતીય યુવાનને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

New Update
અંકલેશ્વર: પરપ્રાંતિય યુવાને ફાળે ફાંસો લાગાવી આપઘાત કરતા ચકચાર,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિ નગર-૨ સોસાયટીમાં પરપ્રાંતીય યુવાનને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મૂળ મધ્યપ્રદેશના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિ નગર-૨ સોસાયટીમાં રહેતા ૧૯ વર્ષીય બીરન પ્રજાપતિ પોતાના રૂમ ઉપર એકલો હતો તે દરમિયાન તેણે છત ઉપર હુક સાથે દોરી વડે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો આ અંગે પડોશીઓએ જી.આઈ.ડી.સી. પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.