Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: સંગમ સિનેમા હોલમાં પિક્ચર જોતાં જોતાં જ યુવાનનું પ્રાણ પંખીડુ ઉડી ગયું, હાર્ટ અટેક્ની આશંકા

સંગમ સિનેમા હોલમાં આચનક એક યુવક ઢળી પડતાં સિનેમા ગૃહમાં ભાગદોડ મચી જવા પામી હતી

X

હાર્ટ અટેકથી વધુ એક યુવકના ધબકાર થંભી ગયા

સિનેમા હોલમાં પિક્ચર જોતાં યુવકના ધબકારા થંભી ગયા

સંગમ સિનેમા હોલમાં પિક્ચર જોવા ગયેલ યુવક ઢળી પડયો

યુવક ઢળી પડતાં સિનેમા હોલમાં નાશભાગ અને દોડધામ મચી

27 વર્ષીય અજય રાજપરનું સિનેમા હોલમાજ મોત નીપજ્યું

અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલી સંગમ સિનેમા હોલમાં યુવાન પિક્ચર જોતાં જોતા જ ઢળી પડતાં સિનેમા હોલમાં દોડધામ મચી ગઈ હતી અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ સંગમ સિનેમા હોલમાં આચનક એક યુવક ઢળી પડતાં સિનેમા ગૃહમાં ભાગદોડ મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેરના સંગમ સિનેમા ગૃહમાં ગતરોજ બપોરના સમયમાં સિનેમા ગૃહમાં નિત્યક્રમ પ્રમાણે શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિનેમા ગૃહમાં 17થી વધુ લોકો ફિલ્મની મજા માણી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક ત્યાં બેસેલો એક 27 વર્ષીય યુવક ઢળી પડતા ફિલ્મ નિહાળતા લોકોએ અચાનક બુમરાણ અને દોડતા મચાવી દીધી હતી

આ ઘટના અંગેની જાણ સિનેમા ગૃહના માલિક બળવંત છગન પરમારને કરાતા તેઓ તાત્કાલિક સિનેમા ગૃહમાં દોડી આવ્યા હતા અને યુવકને સારવાર અર્થે લઈ જવા 108 એમ્બ્યુલન્સની મદદ માંગી હતી અને યુવકને CPR આપવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાં સુધીમાં 108 એમ્બ્યુલન્સ આવી જતાં તબીબી ટીમે તપાસ કરતા યુવકનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું આ સમગ્ર ઘટના બાબતે સિનેમા ગૃહના માલિકે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસતા જાણવા મળ્યું હતું કે આ ઈસમનું નામ અજય અમરનાથ રાજપર ઉંમર 27 રહે પ્લોટ નંબર 520 મીરા નગર રાજપીપળા રોડ સારંગપુરનો હોવાનું જણાય આવ્યું હતું. પોલીસે મૃતકનો કબજો મેળવી હાલ તો હાર્ટ અટેકથી મોત થયા હોવાનું અનુમાન લગાવી વધુ તપાસ અર્થે એને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

Next Story