Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: યુવાને કરી કમાલ, 3 જ આલ્બમથી બની ગયો સુપરસ્ટાર, ટ્યુબ પર વ્યુઝ 1 મિલિયનને પાર !

કૌશલના ત્રણ આલ્બમ સોંગ હની એક્સપ્રેસ, કાલુ એક્સપ્રેસ અને મોહબત લગ્નો સહિત સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યાં છે.

X

અંકલેશ્વરના યુવાને કમાલ કરી છે. ગીત સંગીતમાં રસ ધરાવતા યુવાને ત્રણ આલ્બમ બનાવતા તે યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના નવા કાસીયા ગામમાં રહેતો કૌશલ પટેલ નાનપણથી જ સંગીતમાં રસ ધરાવે છે. માતા-પિતા અને ભાઈ-બહેન સાથે રહેતા યુવાને વાજાપેટી વગાડી નવા નવા સોંગ બનાવવા પ્રયાસ કરી રહ્યો છે. કૌશલના ત્રણ આલ્બમ સોંગ હની એક્સપ્રેસ, કાલુ એક્સપ્રેસ અને મોહબત લગ્નો સહિત સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યાં છે.

સંગીતની અને ગીતકારોની દ્રષ્ટિએ ભરૂચ જિલ્લો સાંપ્રત સમયમાં પાછળ રહ્યો નથી. અંકલેશ્વર તાલુકાના નવા કાસીયા ગામમાં રહેતા કૌશલ પટેલ શાળામાં અભ્યાસ કરતા હતા તે સમયથી જ તેને અભ્યાસ સાથે સંગીત અને ગાવાનો શોખ છે.કૌશલ પટેલે સુરતના હજીરા ખાતે આઈ.ટી.આઈની તાલીમ મેળવી છે. તાલીમ મેળવ્યા બાદ એપ્રેન્ટિસ નોકરીની શોધમાં યુવાને સંગીતને જ વ્યવસાય બનાવ્યો છે. માતા-પિતા અને ભાઈ-બહેન સાથે રહેતા યુવાને વાજાપેટી વગાડી નવા નવા સોંગ બનાવવા પ્રયાસ કરી રહ્યો છે.

Next Story