અંકલેશ્વરનો સૂરવાડી બીજ ફરી એકવાર સાબિત થયો અકસ્માત ઝોન, કારની ટક્કર લાગ્યા બાદ બ્રિજ પરથી નીચે પટકાતા બાઇક સવાર યુવાનનું મોત

સુરવાડી ઓવરબ્રિજ પર પૂર ઝડપે જઈ રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે યુવાનો બ્રિજ પરથી નીચે પટકાયા હતા

New Update
અંકલેશ્વરનો સૂરવાડી બીજ ફરી એકવાર સાબિત થયો અકસ્માત ઝોન, કારની ટક્કર લાગ્યા બાદ બ્રિજ પરથી નીચે પટકાતા બાઇક સવાર યુવાનનું મોત

અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ પર પૂર ઝડપે જઈ રહેલ કારના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર બે યુવાનો બ્રિજ પરથી નીચે પટકાયા હતા જેમાં ગંભીર ઇજાના પગલે એક યુવાનનું મોત નીપજયું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજા પહોંચી હતી

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પર સુરવાડી રેલ્વે ફાટક પર બનેલ ઓવરબ્રિજ દિવસેને દિવસે અકસ્માત ઝોન બની રહ્યો છે તાજેતરમાં જ આ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર પરિવારને ઇજા પહોંચી હતી ત્યારે આજરોજ અકસ્માતની વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી. આજરોજ બપોરના સમયે બાઇક સવાર બે યુવાનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા આ દરમ્યાન પૂર ઝડપે આવી રહેલ કારના ચાલકે બાઇકને પાછળથી ટકકર મારી હતી જેમાં બાઇક સવાર બન્ને યુવાનો બ્રિજ પરથી નીચે પટકાયા હતા. 15 ફૂટ ઊંચેથી પટકાયેલ એક યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું જ્યારે અન્ય યુવાનને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. 

Read the Next Article

ભરૂચ : વાલિયા લોકેશનની 108 ઇમરજન્સી ટીમની ઉત્કૃષ્ટ કામગીરી, દર્દીની રોકડ રકમ અને ATM કાર્ડ પરત કર્યા

ભરૂચના વાલિયાની 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે. તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીન ચોકડી નજીક

New Update
IMG-20250812-WA0253

ભરૂચના વાલિયાની 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે.

તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીન ચોકડી નજીક અકસ્માતનો કોલ મળતાં જ વાલિયા 108 લોકેશન પર ફરજ બજાવતા EMT નિલમ પટેલ અને પાયલોટ મોહનલાલ વસાવાએ વિલંબ કર્યા વિના જરૂરી તૈયારી કરી સ્થળ પર દોડી ગયા ત્યાં પહોંચીને તેમણે બેભાન હાલતમાં એક વ્યક્તિને તાત્કાલિક સારવાર આપી એમ્બ્યુલન્સ મારફતે ઝડપથી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. 
સારવાર દરમ્યાન દર્દી પાસે આશરે ₹10,860 રોકડ અને એટીએમ કાર્ડ મળ્યું હતી.જે અંગે ફરજ પરના સ્ટાફે તરત જ દર્દીના સગાંઓને જાણ કરી 12 ઑગસ્ટ 2025ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરથી આવેલા દર્દીના સગાઓને રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ પરત આપ્યા હતા. આ ઘટનાથી વાલિયા 2 લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમે માત્ર સેવા જ નહીં, પણ પ્રામાણિકતાનો પણ ઉત્તમ સંદેશ આપ્યો છે.