ભરૂચ : નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના “લાભાર્થી સંપર્ક અભિયાન” અંતર્ગત લાભાર્થીઓનો સંપર્ક કરાયો...

નેત્રંગ મંડળના રાધા કિશન શક્તિ કેન્દ્ર બુથ નં. 220-નેત્રંગ-5માં આવતા લાભાર્થીઓનો તેઓના નિવાસસ્થાને જઈ સંપર્ક કરવમાં આવ્યો

New Update
ભરૂચ : નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના “લાભાર્થી સંપર્ક અભિયાન” અંતર્ગત લાભાર્થીઓનો સંપર્ક કરાયો...

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના “લાભાર્થી સંપર્ક અભિયાન” અંતર્ગત બુથ નં. 220 નેત્રંગ-5ના લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 10 વર્ષમાં કેન્દ્ર સરકારે લાભાર્થીઓનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે અનેક યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે. જેને લઈને આપણો દેશ સમૃદ્ધ ભારત તરફ જઈ રહ્યો છે. જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના "લાભાર્થી સંપર્ક અભિયાન" હેઠળ તારીખ 11-03-2024 સોમવારના રોજ 22-ભરૂચ લોકસભાની 152-ઝઘડીયા વિધાનસભાના નેત્રંગ મંડળના રાધા કિશન શક્તિ કેન્દ્ર બુથ નં. 220-નેત્રંગ-5માં આવતા લાભાર્થીઓનો તેઓના નિવાસસ્થાને જઈ સંપર્ક કરવમાં આવ્યો હતો.

જેમાં લાભાર્થી સંપર્ક અભિયાન હેઠલ લાભાર્થીઓને મળતા સરકારના વિવિધ કલ્યાણ કારી યોજનાઓના લાભ અંગે માહિતી મેળવવામાં અને વધુ માહિતગાર કરવામાં આવ્યા હતા. લાભાર્થી સંપર્ક અભિયાનમાં ભરૂચ જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા વિભાગના સભ્ય બ્રિજેશ પટેલ, સંકેત પંચાલ, નેત્રંગ ગ્રામ પંચતાયના પૂર્વ સરપંચ બાલુ વસાવા, પ્રભાબેન સહિતના કાર્યકરો જોડાયા હતા.

Latest Stories