ભરૂચ-દહેજ વચ્ચે કેસરોલ ગામ નજીક ટોલ ટેક્સ ખાતે ભરૂચ પાર્સિંગ ધરાવતાં વાહન પાસેથી ટોલ વસુલાતા સ્થાનિકોમાં રોષ..!

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા વર્ષ 2018માં ભરૂચથી દહેજને જોડતાં 48 કિલોમીટરના સ્ટેટ હાઇવેનું નવીનીકરણ કરી તેને સિક્સ લેનમાં ફેરવી દેવાયો હતો.

New Update
ભરૂચ-દહેજ વચ્ચે કેસરોલ ગામ નજીક ટોલ ટેક્સ ખાતે ભરૂચ પાર્સિંગ ધરાવતાં વાહન પાસેથી ટોલ વસુલાતા સ્થાનિકોમાં રોષ..!

ભરૂચ અને દહેજ વચ્ચે આવેલ કેસરોલ ગામ નજીક ટોલ ટેક્સ પર ભરૂચ રજિસ્ટ્રેશનની લક્ઝરી બસ હોવા છતાં ટોલ ટેક્સ દ્વારા ટોલ વસુલવામાં આવતો હોવાથી સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા વર્ષ 2018માં ભરૂચથી દહેજને જોડતાં 48 કિલોમીટરના સ્ટેટ હાઇવેનું નવીનીકરણ કરી તેને સિક્સ લેનમાં ફેરવી દેવાયો હતો. આ માર્ગ પરથી પસાર થતાં ટુ-એક્સેલથી મલ્ટી એક્સેલ વાહનો પાસેથી રીટર્ન ટ્રીપ માટે ટોલ વસુલવામાં આવી રહ્યો છે. જેમાં ભરૂચ-દહેજ માર્ગ પરથી ટુ વ્હીલર, થ્રી વ્હીલર્સ, એલએમવી, એસટી બસ તથા ભરૂચનું પાર્સિંગ ધરાવતાં વાહનોને મુક્તિ આપવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા વેંગણી ગામના રહેવાસી ભરત ગોહિલ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પાસે એક લકઝરી બસ ભરૂચ રજિસ્ટ્રેશનની છે. પરંતુ તેની નંબર પ્લેટ GJ-06ની હોય, જેથી કેસરોલ ગામ નજીક આવેલા ટોલ પ્લાઝા પરથી અવર જવર કરતા સમયે ટોલ ટેક્સના સંચાલકો દ્વારા વાહનને રોકી ટોલની માંગણી કરવામાં આવે છે, જ્યારે ભરત ગોહિલે આ બાબતે ટોલ ટેક્સના સંચાલકોને અનેક વખતે રજૂઆતો કરવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા બુથના સંચાલકો સામે આક્રોશ ફેલાયો હતો. જો ટોલ બૂથના સંચાલકો દ્વારા ગ્રામજનોની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Latest Stories