ભરૂચ: ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સામે 13 ગુના નોંધાયા છે,વાંચો બે પત્નિ પાસે છે કેટલી મિલકત

ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર ગુરૂવારે તેમનું નામાંકન ભર્યું હતું. જોકે 2022 માં દર્શાવેલ ઉંમર જ 2024 માં પણ 34 વર્ષની દર્શાવી હતી

ભરૂચ: ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા સામે 13 ગુના નોંધાયા છે,વાંચો બે પત્નિ પાસે છે કેટલી મિલકત
New Update

ઇન્ડિગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર ગુરૂવારે તેમનું નામાંકન ભર્યું હતું. જોકે 2022 માં દર્શાવેલ ઉંમર જ 2024 માં પણ 34 વર્ષની દર્શાવી હતી. તેઓ સામે 13 ગુના પૈકી 10 દેડિયાપાડા અને એક એક કેવડિયા, સાગબારા તેમજ રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલા છે.2022 ની વિધાનસભા વખતે દર્શાવેલ જંગમ મિલકત સામે 2024 માં સોંગદનામાં મુજબ તેઓની જંગમ મિલકતમાં રૂપિયા 2.96 લાખનો વધારો થયો છે. જ્યારે 20 લાખ સ્થાવર મિલકત સ્થિર રહી છે.

બે પત્નીઓ પૈકી શકુંતલાબેનની જંગમ મિલકત 15 મહિનામાં 3.43 લાખ જ્યારે વર્ષાબેનની 11.51 લાખ ઘટી છે. તેઓ પાસે એક SUV કાર છે. જોકે સોનામાં તેઓ અને બન્ને પત્નીના નામે બે બે તોલાનો વધારો થયો છે. તેમની પાસે 5 તોલા, શકુંતલાબેન પાસે 9 તોલા જ્યારે વર્ષાબેન પાસે 5 તોલા સોનું છે. હાથ પર રોકડ તેઓ પાસે 2 લાખ, શકુંતલાબેન પાસે 2 લાખ જ્યારે વર્ષાબેન પાસે 50 હજાર હોવાનું દર્શાવ્યું છે.BRS ગ્રેજ્યુએટ થયેલા ચૈતર વસાવાની આવકનો સ્ત્રોત ખેતી, લેબર કોન્ટ્રાકટ અને વેપાર છે. શકતુલાબેન પણ ખેતી અને વેપાર કરે છે. જ્યારે બીજા પત્ની વર્ષાબેન ગૃહિણી છે.

#Bharuch #GujaratConnect #Chaitar Vasava #bharuchnews #ચૈતર વસાવા #Bharuch Loksabha Seat
Here are a few more articles:
Read the Next Article