Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દિવાળીના પર્વ પર 19 એમ્બ્યુલન્સ સાથે 85 કર્મચારીઓ ખડેપગે રહેશે તૈનાત,લોકોનો જીવ બચાવવા કરશે કવાયત

દિવાળીના પર્વ દરમિયાન અનેક જિલ્લાઓમાં ઇમરજન્સી અને આરોગ્યના કેસોમાં વધારો જોવા મળતો હોય છે.આ વર્ષે 2023માં પણ રોજના 3961 છે

X

ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળતો હોય છે.જેને લઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડે પડે રહેનાર છે.

દિવાળીના પર્વ દરમિયાન અનેક જિલ્લાઓમાં ઇમરજન્સી અને આરોગ્યના કેસોમાં વધારો જોવા મળતો હોય છે.આ વર્ષે 2023માં પણ રોજના 3961 છે જે અનુમાનના આધારે દિવાળીના દિવસે 4100 કેસો,ના વર્ષના દિવસે 4681 કેસો અને ભાઈ બીજના દિવસે 4396 જેટલા કેસો નોંધાઈ શકે તેવુ અનુમાન કરાઈ રહ્યું છે.જ્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો આશરે 86 જેટલા કેસોના અનુમાનના આધારે દિવાળીના રોજ આશરે 96 કેસ એટલે કે 11.63% નો વધારો જોવા મળી શકે છે. જ્યારે નવા વર્ષના દિવસે 99 કેસો એટલે કે 15.12 % ટકા જેટલો વધારો તેમજ ભાઈબીજના દિવસે 105 જેટલા કેસો એટલે કે 22.09 ℅ ટકા જેટલો વધારો જોવા મળે તેવું અનુમાન કરવામાં આવે છે.જેથી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે તહેવારોમાં 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડે પડે રહેનાર છે.

Next Story