ભરૂચ : આમોદ નજીક 2 બાઇક ચાલકો સામસામે ભટકાતા ઇજાગ્રસ્ત, સારવાર હેઠળ ખસેડાયા...

આમોદ નજીક સરભાણ જવાના રોડ ઉપર 2 બાઇક ચાલકો સામસામે ભટકાતા ઇજાગ્રસ્તોને 108 દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

New Update
ભરૂચ : આમોદ નજીક 2 બાઇક ચાલકો સામસામે ભટકાતા ઇજાગ્રસ્ત, સારવાર હેઠળ ખસેડાયા...

ભરૂચ જિલ્લાના આમોદ નજીક સરભાણ જવાના રોડ ઉપર 2 બાઇક ચાલકો સામસામે ભટકાતા ઇજાગ્રસ્તોને 108 દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, આમોદ નજીક સરભાણ જવાના રોડ ઉપર હનુમાનજીના મંદિર પાસે ચકલાદ ગામના રહેવાસી કમલ વસાવા પોતાની પત્ની અને બાળકી સાથે માસારોડ ગામે દવા લેવા ગયા હતા. જોકે, દવા લઈને પરત આવતા હતા, તે દરમ્યના માતરથી આમોદ તરફ આવતા દેવા રબારીની બાઇક કમલ વસાવાની બાઈક સાથે સામસામે ભટકાતા દેવા રબારીને આંખ અને હાથના ભાગે, જ્યારે કમલ વસાવાની પત્ની અને બાળકીને શરીરે નાની-મોટી ઇજા થઈ હતી. જેથી તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે કમલ વસાવાને વધુ ઇજા પહોચવાના કારણે વડોદરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Latest Stories