ભરૂચ: ઝઘડીયાના ભાલોદ ગામે રહેણાંક વિસ્તારમાંથી 2 અજગરનું કરવામાં આવ્યું રેસ્કયુ

મહાકાય અજગર રહેણાંક વિસ્તારમાં દેખાતા સ્થાનીક લોકોમાં ભયનો મહોલ સર્જાયો હતો સાથે અજગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

New Update
ભરૂચ: ઝઘડીયાના ભાલોદ ગામે રહેણાંક વિસ્તારમાંથી 2 અજગરનું કરવામાં આવ્યું રેસ્કયુ

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે સરિસૃપ જીવો જમીનમાંથી અવાર નવાર બહાર નીકળતા જોવા મળે છે સાથે રહેણાક વિસ્તારમાં પણ આવી જતા હોય છે,કેટલાક મકાનોમાં પણ આ સરીસૃપો ઘુસી જતા હોય છે.ગતરોજ ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે સંધ્યા સમયે બે મકાનો નજીક બે અલગ અલગ મહાકાય અજગર દેખાયા હતા.મહાકાય અજગર રહેણાંક વિસ્તારમાં દેખાતા સ્થાનીક લોકોમાં ભયનો મહોલ સર્જાયો હતો સાથે અજગરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.


અજગર દેખાવાની જાણ સ્થાનીક લોકોએ વાઈલ્ડ લાઈફ રેસ્કુ ટીમના સભ્ય સંદીપ પરમારને કરતા ભાલોદ ગામે અજગર દેખાયાનાં સ્થળ પર આવી ભારે જહેમત બાદ અંદાજીત ૮ ફુટ લંબાઈ ધરાવતા મહાકાય અજગરને સહીસલામત રીતે રેસક્યુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અન્ય સ્થળેથી અંદાજીત ૧૦ ફુટની બંબાઈ ધરાવતા અજગરને ભારે જહેમત બાદ સહીસલામત ઝડપી પાડી વન વીભાગને સોપવામાં આવ્યો હતો.વનવિભાગ દ્રારા બે અજગરને સહીસલામ રીતે વન્યવિસ્તારમાં છોડી મુકવામાં આવસે તેમ તેઓએ જણાવ્યુ હતું