ભરૂચ: હરિહર કોમ્પલેક્ષની 280 દુકાનો સીલ કરાય, જુઓ તંત્ર દ્વારા કેમ વીંઝાયો કાયદાનો કોરડો

નગરપાલિકા એ ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહી કરી હરિહર કોમ્પલેસની 280 દુકાનોને રાત્રે સીલ કરાતા વેપારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

New Update
ભરૂચ: હરિહર કોમ્પલેક્ષની 280 દુકાનો સીલ કરાય, જુઓ તંત્ર દ્વારા કેમ વીંઝાયો કાયદાનો કોરડો

ભરૂચ નગરપાલિકા એ ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહી કરી હરિહર કોમ્પલેસની 280 દુકાનોને રાત્રે સીલ કરાતા વેપારીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તેમની ફાયરની ટીમ સાથે ઝાડેશ્વર રોડ પર આવેલ હરિહર કોમ્પલેક્ષ પર ત્રાટકી હતી અને રિજિયોનલ ફાયર ઓફિસર સુરતના આદેશના પગલે ફાયર એન.ઓ.સી.ના મુદ્દે તમામ 280 દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ફાયર વિભાગ દ્વારા અગાવ પણ નોટિસ આપ્યા છતાં દુકાનદારોએ ન ગણકારતા કાર્યવાહી કરવામાં આવી હોવાનું ફાયર ઓફિસર કહી રહ્યા હતા.બીજી બાજુ દુકાનદારો આ પ્રકારની કોઈ પણ નોટિસ વિના જ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી સીઝનના સમયે કયાયેલ આ કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કરી સમય માટે માંગણી કરી રહ્યા હતાં.ભરૂચ નગરપાલિકાની ફાયર એન.ઓ.સી.ના મુદ્દે કરવામાં આવેલ કાર્યવાહીના પગલે શહેરના અન્ય કોમ્પલેક્ષ અને દુકાનદારોમાં પણ ફફડાટ ફેલાયો છે.

Latest Stories