Connect Gujarat
ભરૂચ

ભરૂચ:ટંકારીયામાં 200 કિલો ગૌ-વંશ માંસ સાથે 3 આરોપીઓની ધરપકડ,એક આરોપી ફરાર

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના બંધ બંગલાની પાછળ 200 કીલો ગૌ-વંશ માંસ સાથે ત્રણ આરોપીઓને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા.

X

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના બંધ બંગલાની પાછળ 200 કીલો ગૌ-વંશ માંસ સાથે ત્રણ આરોપીઓને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે

ભરૂચની પાલેજ પોલીસ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે, ટંકારીયા ગામમાં બાબરીયા કોલોનીમાં રહેતો અલ્તાફ યુનુસ બાબરીયા એક બંધ બંગલાની પાછળનાં ભાગે ખુલ્લી જગ્યામાં જંગલી બાવળોની ઝાડીની ઓથમાં ગૌ- વંશ જેવા પશુનુ કટીંગ કરે છે.જેથી પાલેજ પોલીસે તાત્કાલિક બાતમીવાળા સ્થળે તપાસ કરી રેડ કરતા અલ્તાફ યુનુસ બાબરીયા, જાવીદ ઈસ્માઈલ ઝીણાને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પર જ વેટરનરી ડોકટરને બોલાવી પ્રાથમિક અભિપ્રાય મેળવતા આ માસ ગૌ-વંશ હોવાનુ જણાતા 200 કિલો ગૌ વંશ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.જ્યારે એક વોન્ટેડ આરોપી ઈકબાલ વલી બાબીયેટને પકડી પાડયો હતો.પોલીસે સ્થળ પરથી માંસ કટીંગ કરવાના સાધનો, ઇલેક્ટ્રીક વજન કાંટો સહીત તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા, મોબાઇલ મળી કુલ 25,870નો મુદામાલ કબ્જે કર્યો હતો.

Next Story