Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા 3 મેડિકલ સ્ટોર સીલ કરાયા,પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી

નો ડ્રગ્સ ઇન ભરૂચ મુહિમ હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ PI ઉત્સવ બારોટ, PSI આર.એલ. ખટાણા, આર.એસ.ચાવડાએ મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા.

ભરૂચ: ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા 3 મેડિકલ સ્ટોર સીલ કરાયા,પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી
X

ભરૂચના મેડિકલ સ્ટોર ઉપર ડોકટરના પ્રિપ્કીપશન વગર નશાકારક સીરપનું વેચાણ કરી યુવાધનને બરબાદ કરતા દવાની દુકાનો પર પોલીસ દ્વારા સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

નો ડ્રગ્સ ઇન ભરૂચ મુહિમ હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ઇન્ચાર્જ PI ઉત્સવ બારોટ, PSI આર.એલ. ખટાણા, આર.એસ.ચાવડાએ મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેકટર કે.પી. વારલેકરને સાથે રાખી 11 દવાની દુકાનોએ ડમી ગ્રાહક મોકલી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ હતું. ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોર દ્વારા નશાકારક સીરપનું વેચાણ કરતા 3 દવાની દુકાનો ટ્રેપ થઈ ગઈ હતી.ભરૂચના શીતલ અને ભોલાવ બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રમુખ મેડિકલ તેમજ નર્મદા કોલોની સામે આવેલ મંત્ર મેડિકલને નશાકારક સીરપ વેચવા બદલ તાત્કાલિક અસરથી સીલ કરી દેવાયા હતા.SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સની આ ડ્રાઈવમાં મેડિકલ સ્ટોર પર નિયમ મુજબ ફાર્મસિસ્ટની ગેરહાજરીમાં જ દવાના વેચાણનો વેપલો પણ બહાર આવ્યો હતો.

Next Story