ભરૂચ : કલરવ સ્કૂલનો 31મો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, દિવ્યાંગ બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી...

કલરવ શાળા ખાતે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ દિવાંગ બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા 30 વર્ષથી કલરવ સ્કૂલ કાર્યરત છે,

New Update
ભરૂચ : કલરવ સ્કૂલનો 31મો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, દિવ્યાંગ બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી...

ભરૂચ શહેરની રૂંગ્ટા સ્કૂલ ખાતે કલરવ સ્કૂલના 31માં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાના દિવ્યાંગ બાળકોએ નૃત્ય સાથે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત કલરવ શાળા ખાતે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ દિવાંગ બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા 30 વર્ષથી કલરવ સ્કૂલ કાર્યરત છે,અને વાલીઓ તેમના દિવ્યાંગ બાળકોને અહી અભ્યાસ કરાવી શકે છે. જોકે, દિવ્યાંગ બાળકો પણ આર્થિક રીતે પગભર બને તે માટે શાળા તરફથી વિવિધ પ્રોજેક્ટ અને કાર્યક્રમો મુકવામાં આવતા હોય છે, ત્યારે કલરવ શાળા સફળતાના 31 વર્ષ પૂર્ણ કરી 32મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રૂંગ્ટા સ્કૂલના સંસ્કાર ભારતી હોલ ખાતે કલરવ શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના દિવ્યાંગ બાળકોએ નૃત્ય સાથે અનેક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલરવ સ્કૂલના સ્થાપક નીલા મોદી, શિક્ષક ગણ સહિત મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી બાળકોની કૃતિઓ નિહાળી હતી.

Latest Stories