ભરૂચ : નંદીની ગૌશક્તિપીઠ દ્વારા પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન અપાયું...

ભરૂચના ઓસારા નજીક આવેલ નંદીની ગૌશક્તિપીઠ તરફથી જે.બી.મોદી પાર્ક સ્થિત ભરૂચ પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન આપવામાં આવ્યું હતું.

New Update

સનાતન ધર્મમાં ગાયના દાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. સૌથી મોટું દાન કન્યાદાન અને ત્યારબાદ ગાયના દાનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘરમાં દીકરીના લગ્ન થાય ત્યારે દીકરીને ગાયનું દાન આપવામાં આવતું હોય છે. આજે આપણો સમાજ આધુનિકતા તરફ આગળ વધ્યો છે. જેના કારણે લગ્નોમાં તેમજ ધર્મ આધારિત વિધિઓમાં સોના-ચાંદીની ગાય દાન આપવામાં આવે છે. પરંતુ એક સમય એવો હતો, જ્યારે સાચી ગાયનું જ દાન આપવામાં આવતું હતું. જેના ભાગરૂપે ભરૂચના ઓસારા અને કવીઠાની વચ્ચે આવેલ નંદીની ગૌશક્તિપીઠ તરફથી જે.બી.મોદી પાર્ક સ્થિત ભરૂચ પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન આપવામાં આવ્યું હતું.

Latest Stories