/connect-gujarat/media/post_banners/b8df4ede8f648914f4b6207ba01f493b9d0744aaf69e744b2c82497a5dc33714.webp)
ભરૂચ નજીક નેશનલ હાઇવે ઉપર હોટલ સરોવર કાઠિયાવાડી સામે ઝાડેશ્વર સર્કિટ હાઉસ રોડ પર ટ્રકમાં ખાનગી કંપનીની લક્ઝરી બસ ભટકાતાં 4 જેટલા કર્મચારીઓને ઇજા પહોચી હતી.
મળતી માહિતી અનુસાર, ગતરોજ રાતના સમયે ઝઘડીયા જી.આઈ.ડી.સી.ની સેન્ટ ગોબેન કંપનીમાંથી કર્મચારીઓને લઈ ખાનગી લક્ઝરી બસ નંબર જીજે-16-એડબલ્યુ-2866 લઈ ચાલક મહેન્દ્ર ડાભી ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે આવી રહ્યો હતો, તે દરમિયાન ભરૂચ નેશનલ હાઇવે ઉપર હોટલ સરોવર કાઠિયાવાડી સામે ઝાડેશ્વર સર્કિટ હાઉસ રોડ ઉપર ટ્રક નંબર આરજે-09-જીડી-7116નો ચાલક ટર્ન લઈ રહ્યો હતો. તે દરમિયાન લક્ઝરી બસ ટ્રક પાછળ ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 4 કર્મીઓને ઇજાઓ પહોંચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે ભરૂચ સી’ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.