ભરૂચ : ગામના યુવાનોને રમત પ્રત્યે પ્રેરિત કરવા વડદલા ગામે યોજાય ક્રિકેટ ટુર્નામેન્ટ, ભોલાવની 4 ટીમોએ ભાગ લીધો...

વડદલા ગ્રાઉન્ડ ખાતે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભોલાવ ગ્રામ પંચાયતની 4 ટીમોએ ભાગ લીધો હતો.

New Update
ભરૂચ : ગામના યુવાનોને રમત પ્રત્યે પ્રેરિત કરવા વડદલા ગામે યોજાય ક્રિકેટ ટુર્નામેન્ટ, ભોલાવની 4 ટીમોએ ભાગ લીધો...

ભરૂચ જિલ્લાના વડદલા ગ્રાઉન્ડ ખાતે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભોલાવ ગ્રામ પંચાયતની 4 ટીમોએ ભાગ લીધો હતો.

ગામના યુવાનો મોબાઈલ મૂકી રમત-ગમત પ્રત્યે પ્રેરિત થાય અને શારીરિક રીતે મજબૂત બને તેવા આશયથી ભરૂચ જિલ્લાના વડદલા ગ્રાઉન્ડ ખાતે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટનો શુભારંભ ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અને ભોલાવ ગામના આગેવાન દિનેશ આહીરની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો. જેમાં ભોલાવ ગામની 4 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વડદલા ગામના સરપંચ નરેશભાઈ, ભોલાવ પંચાયતના સભ્ય પંકજ આહીર, ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી જીતુ પરમાર, ઉપપ્રમુખ જયેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓએ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવ્યું હતું.

Latest Stories