Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બ્રહ્મકુમારીઝમાં 49 વર્ષથી સેવારત પ્રભાદીદી બન્યા આબુ-જ્ઞાન સરોવરના ડિરેક્ટર, સન્માન સમારોહ યોજાયો...

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામનું બી.કે. પ્રભાદીદી છેલ્લા 48 વર્ષથી સંચાલન કરી રહ્યા છે.

X

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે ભાઈબીજ તિલક ભોગ અને આબુ જ્ઞાન સરોવરમાં પ્રભાદીદીની ડિરેક્ટર તરીકે નિમણુંક બદલ ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામનું બી.કે. પ્રભાદીદી છેલ્લા 48 વર્ષથી સંચાલન કરી રહ્યા છે. વર્ષ 1952માં ઉત્તરપ્રદેશના મેરઠમાં તેમનો જન્મ થયો હતો. તેઓ વર્ષ 1975માં તેઓ ભરૂચ કેન્દ્ર પર આવ્યા હતા. સિવિલ એન્જીનીયર પિતાની આંગળી પકડી તેઓ મેરઠમાં બ્રહ્મકુમારીઝ કેન્દ્રમાં જતાં હોય, ત્યારે 12 વર્ષની વયે જ ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત કરી તેઓ સેવામાં સમર્પિત થયા હતા. ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ પ્રભા દીદીએ સમર્પિત પદ, એજ્યુકેશનલ વિંગ ઝોનલ કો-ઓર્ડીનેટર બાદ ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ તરીકે 49 વર્ષથી સેવા બજાવી રહ્યા છે. તેઓએ અનેક પદયાત્રાઓનું નેતૃત્વ, ગ્રામ વિકાસ શિક્ષા પ્રાપ્તિ, નશામુક્તિ ભારત, જલ જન, ગ્રીન ધ અર્થ, ક્લીન ધ મોઇડ, સ્વર્ણિમ ભારત અભિયાનની આગેવાની કરી છે. ભરૂચ જિલ્લાના તમામ ગામે ગામ ફરી શાંતિ, સદભાવના અને પરમાત્મા અવતરણનો સંદેશ પણ તેઓએ આપ્યો છે. પ્રભા દીદીની સેવા, સમર્પણ, યોગ્યતા, પવિત્રતા અને જ્ઞાનને ધ્યાને લઇ તેઓને માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર એકેડમી ફોર બેટર વર્લ્ડના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ગતરોજ ઝાડેશ્વર અનુભૂતિધામ ખાતે પ્રભાદીદીના સન્માન સમારોહ સાથે ભાઈબીજ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા તેમજ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story