ભરૂચ: સિતપોણ ગામે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા,10 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરુચ તાલુકાનાં સિતપોણ ગામના ભિલવાડા ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ: સિતપોણ ગામે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા,10 હજારનો મુદ્દામાલ જપ્ત
New Update

ભરુચ તાલુકાનાં સિતપોણ ગામના ભિલવાડા ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને 10 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ભરૂચની નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરુચ તાલુકાનાં સિતપોણ ગામના ભિલવાડા ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગામના જુગારી અનવર ઈસ્માઈલ પટેલ,પ્રભાત વસાવા,હરેશ વસાવા,જગદીશ વસાવા અને સંજય વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#5 gamblers #CGNews #caught #gambling #Gujarat #Bharuch #Sitpon village
Here are a few more articles:
Read the Next Article