/connect-gujarat/media/post_banners/5134f5a655b2106923627982c1413566e6526198ee46f742335f0b5cb02bbd7d.jpg)
ભરૂચના પરીએજ ગામ નજીક આવેલી હજરત સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર ૬૧૩મા સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના પરીએજ ગામ નજીક આવેલ હજરત સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર હજારો અનુયાયીઓની હાજરીમાં ૬૧૩મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિધ્ધ આસ્તાના પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારના આસ્તાના પર મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા.