/connect-gujarat/media/post_banners/15f76f1567d75e19f66445788b44815c03b73fd1ff202bcadcf3fc3f001af326.jpg)
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના જુમ્મા મસ્જિદ વિસ્તારમાંથી જુગાર રમતા 8 જુગારીઓની જંબુસર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને અનુલક્ષીને જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પાણમિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.રાઠવા, એએસઆઈ રાજેન્દ્રસિંહ બાથમ, હે.કો. કનકસિંહ ઝાલા સહિત પોલીસ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમીના આધારે જંબુસર નગરના જુમ્મા મસ્જિદ વિસ્તાર આવેલ રહેણાંક મકાનમાં છાપો મારતા જુગાર રમતા 8 જુગારીઓને રોકડ રકમ તથા મોબાઇલ સહિત કુલ 42,920 રૂપિયાના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. યુસુફ ઇમામ શેખ તેઓના રહેણાંક મકાનમાં પોતાના અંગત મળતીયા માણસોને બોલાવી પત્તાપાના વડે હાર-જીતનો જુગાર રમતા હતા, તે વેળા બાતમીના આધારે પોલીસે છાપો મારતા જુગાર રમતા 8 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે અંગ ઝડતીના રોકડા રૂપિયા 5,570 અને દાવ ઉપરના રોકડા 7850 રૂપિયા તથા રૂ. 29,500ના 8 નંગ મોબાઈલ મળી કુલ્લે કિ. 42,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.