Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 8 દોડવીરો શહેરભરમાં 75 KM દોડશે, જિલ્લા કલેક્ટરે કરાવ્યુ પ્રસ્થાન...

ભરૂચ રનીંગ ક્લબના 8 દોડવીરોને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા હતા

X

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ રનીંગ ક્લબ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 75 કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 14મી ઓગષ્ટના રોજ સાંજે 4 કલાકે ભરૂચ રનીંગ ક્લબના 8 દોડવીરોને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા હતા. દોડવીરો બીજા દિવસે એટલે કે, તા. 15મી ઓગષ્ટના રોજ સવારે 7 કલાકે માતરિયા તળાવ ખાતે રાષ્ટ્રગીતનું ગાન કરી દોડનું સમાપન કરશે.

પ્લાસ્ટિક મુક્ત ભારત, માય લિવેબલ ભરૂચ, ગ્રીન ભારત-ક્લીન ભારત અને ફીટ ભારતના ઉદ્દેશ્ય સાથે આ દોડનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તમામ દોડવીરોને પ્રોત્સાહિત કરવા માટે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ, રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના, ભરૂચ એડવર્ટાઈઝમેન્ટ અને અંકલેશ્વર રનર્શ સહિતની સંસ્થાના દોડવીરો સહભાગી થયા હતા.

Next Story