Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા ગામના 13 વર્ષીય બાળકે માટીમાંથી બનાવી બિરસા મુંડાની અનોખી પ્રતિમા...

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને સમગ્ર ભારતભરમાં અને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

X

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈને સમગ્ર ભારતભરમાં અને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આદિવાસી વિસ્તારમાં ઘણા બધા લોકો આ દિવસને કંઈક અનોખી રીતે ઉજવણી કરવા આતુર હોય છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે ધોરણ 8માં અભ્યાસ કરતાં કાર્તિક વસાવા નામના 13 વર્ષિય બાળકે આદિવાસી સમાજના જન નાયક બિરસા મુંડાની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની રચના કરી સમાજ અને દેશને એક અનોખો સંદેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઘણા તહેવારોમાં POPની મૂર્તિના કારણે પર્યાવરણને નુકસાન પોંહચતું હોય છે, જેના કારણે ભારતભરમાં માટીની મૂર્તિ બનવવા ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે, ત્યારે આ બાળક દ્વારા કરવામાં આવેલ અનોખો પ્રયાસ ખૂબ આવકાર્ય છે.

Next Story