Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મધ્યપ્રદેશથી નીકળેલા અંધ નર્મદા પરિક્રમવાસીનું તવરા ગામે ભવ્ય સ્વાગત કરાયું...

મધ્યપ્રદેશના બુધની જિલ્લાના ઇન્દોર ગામના નિલેશ ડાંગર કે, જેઓ બાળપણથી જ અંધ છે, અને જેઓ માઁ નર્મદા નદીની પરિક્રમા કરવા નીકળ્યા છે.

X

વિશ્વમાં એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે, ત્યારે મધ્યપ્રદેશના બુધની જિલ્લાના ઈન્દોર ગામેથી નીકળેલા અંધ નર્મદા પરિક્રમાવાસી આજે ભરૂચના તવરા ગામે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મધ્યપ્રદેશના બુધની જિલ્લાના ઇન્દોર ગામના નિલેશ ડાંગર કે, જેઓ બાળપણથી જ અંધ છે, અને જેઓ માઁ નર્મદા નદીની પરિક્રમા કરવા નીકળ્યા છે. જેઓ આજે 98 દિવસ બાદ ભરૂચ તાલુકાના તવરા ગામે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. નર્મદા પરિક્રમા દરમિયાન લાકડીના અવાજથી તેઓ નર્મદા પરિક્રમા આગળ વધાવી રહ્યા છે, અને આ પરિક્રમા દરમિયાન તેઓને અનેક પ્રકારના સહકાર સહયોગ મળી રહ્યા છે. ઠેર ઠેર તેઓનું સ્વાગત થઈ રહ્યું છે, તેમ તેઓ જણાવી રહ્યા છે. આ સાથે તેઓ અંધ હોવા છતાં પણ મોબાઈલ ફોનનો ઉપયોગ પણ સરળતાપૂર્વક કરી શકે છે. નર્મદા પરિક્રમા પાછળનો હેતુ એ જ છે કે, માઁ નર્મદાની સાચા દિલથી પ્રાર્થના કરશો, તો માઁ નર્મદા તમારી પ્રાર્થના અવશ્ય સ્વીકાર કરશે. જેનું તેઓ પોતે જ એક ઉદાહરણ હોવાનું જણાવ્યુ હતું.

Next Story