Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સર્વ સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું કરાયું આયોજન

સર્વ સ્માઇલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું

X

ભરૂચમાં સર્વ સ્માઇલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું

રકતદાન એજ મહાદાન આ માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે રેડ ક્રોસ બેંકના સહયોગથી સર્વે સ્માઈલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ ભરૂચની મહેદવીયા સ્કૂલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ટ્રસ્ટના સભ્યો દ્વારા 150 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ માજીદ ખાન પઠાણ સહિત સભ્યો અને શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા

Next Story
Share it