ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીની યુપીએલ કંપની દ્વારા વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં 251 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે ઝઘડિયા જીઆઇડીસીના યુપીએલ યુનિટ-5 દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. યુપીએલ લિમિટેડ સમાજના વિકાસમાં મદદરૂપ થવા અવિરત કાર્યરત છે. તા. 7 એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું યુપીએલ યુનિટ-5 ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીની આ વર્ષનું થીમમાં સૌ માટે આરોગ્ય “હેલ્થ ફોર ઓલ”ને સાર્થક કરવા બ્લડ ડોનેશન કરી જરૂરિયાતમંદ લોકોને બ્લડ આપી નવું જીવન મળે તેવી મદદની ભાવનાના ઉદ્દેશથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં યુપીએલ યુનિટ-5ની સાઈટ લીડરશીપ તથા કર્મચારીઓ દ્વારા 251 યુનીટથી વધારે રક્તદાન કરવામાં આવ્યું હતું. હેલ્થ કેર સોસાયટી અને રોટરી ક્લબ અંકલેશ્વર સંચાલિત કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટર ટીમના માધ્યમથી રક્તદાનમાં આવેલ તમામ રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી શુભેચ્છા પાઠવી હતી. આ ટીમે યુપીએલ લિમિટેડ યુનીટ-5ના કર્મચારીગણને રક્તદાન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.