ભરૂચ : બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો...

માટલીવાલા પબ્લિક સ્કુલ ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે માટલીવાલા પબ્લિક સ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો...

ભરૂચની માટલીવાલા પબ્લિક સ્કુલ ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન અને ધી યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા દર વર્ષની આ વર્ષે પણ ભરૂચની માટલીવાલા પબ્લિક સ્કુલ ખાતે જિલ્લાની તમામ શાળાના પ્રમુખ, ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્ય, શિક્ષકગણ, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો સહિત વાલીગણ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસ, સ્કોલરશીપ ક્યારે અને કેવી રીતે મળે, ફીની વિગતો, વિદેશમાં અભ્યાસ, કયા કોર્સમાં જોડાવવું સહિત અન્ય કોલેજો વિશે માહિતી અને પ્રવેશ મેળવવા માટેની સમગ્ર પ્રક્રિયા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાયા હતા. આ માર્ગદર્શન સેમીનારમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

Latest Stories