ભરૂચ : જુના તવરા ગામે મંગલ મઠના પ્રણેતાની 31મી પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ મહોત્સવ યોજાયો...

તાલુકાના જુના તવરા ગામે મંગલ મઠના સંચાલક ચેતનદાસ મહારાજ છેલ્લા 31 વર્ષથી પૂજનીય મંગલદાસ સાહેબની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરે છે

ભરૂચ : જુના તવરા ગામે મંગલ મઠના પ્રણેતાની 31મી પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ મહોત્સવ યોજાયો...
New Update

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે મંગલ મઠના પ્રણેતા મહંત 108 મંગલદાસ સાહેબની 31મી પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ મહોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે મંગલ મઠના સંચાલક ચેતનદાસ મહારાજ છેલ્લા 31 વર્ષથી પૂજનીય મંગલદાસ સાહેબની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરે છે, ત્યારે આ પ્રસંગે જુના તવરા ગામ સ્થિત મંગલમઠ ખાતે સમગ્ર ગુજરાત ભરના કબીર સંપ્રદાયના મહંતોની ઉપસ્થિતીમાં સ્મૃતિ મહોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ખાસ 108 માંજલપુરના કબીર સાહેબના ગુરુગાદી પતિ ખેમદાસ સાહેબ તથા અંકલેશ્વરના કબીર સંપ્રદાયના માજી પ્રમુખ ગુરુચરણદાસ સાહેબ તથા રામ કથાકાર ત્રીલોચનાબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જુના તવરા ગામના ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં જોડાય કાર્યક્રમને સુશોભિત કર્યો હતો, જ્યાં કબીર સાહેબની વાતો તથા મંગલદાસ સાહેબના દ્રષ્ટાંતો વાગોળી સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #founder #commemorative festival #31st death anniversary #Mangal Math #Juna Tavara village
Here are a few more articles:
Read the Next Article