Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પૂર સહાયમાં આદિવાસી સમાજને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે અપાયું તંત્રને આવેદન પત્ર...

ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આદિવાસી સમાજ સાથે પૂર સહાયમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

X

ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આદિવાસી સમાજ સાથે પૂર સહાયમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં 5 દાયકા બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચ સહિત અંકલેશ્વરને હચમચાવી નાખ્યું છે. ભરૂચ જીલ્લાના 3 તાલુકાના 35થી વધુ ગામોમાં રહેતા હજારો પરીવાર પર તેની અસર થઈ છે, ત્યારે પૂર અસરગ્રસ્તોને સહાય આપવામાં ભાજપ સરકાર આંખ આડા કરી રહી હોવાની અનેક ફરિયાદો નર્મદા કાંઠા વિસ્તારના ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના ગામોમાં ઉઠવા પામી છે. હાલમાં જ અંક્લેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના ગ્રામજનો સાથે અન્યાય અંગે રજૂઆત કરાય હતી. આ અગાઉ જૂના બોરભાઠા બેટના ગ્રામજનોએ પણ તંત્ર દ્વારા સહાય આપવામાં વ્હાલા દવલાની નીતિ અપનાવાય રહી હોવાની વાત કહી છે. તંત્ર દ્વારા પૂરતી સહાય પૂર પીડિતોને નિયમો અનુસાર આપવામાં આવી નથી. કેશડોલ પણ જૂજ લોકોને આપવામાં આવી છે, અને એ પણ એક કે, બે દિવસ માટેની આપવામાં આવી છે. વડોદરા જિલ્લાના કોઠીયા ગામના પૂરમાં તણાઈ ગયેલા વ્યક્તિના પરિવારને વડોદરા જિલ્લા કલેકટર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય એસ.ડી.આર.એફ ફંડમાંથી ચૂકવી દેવામાં આવી છે, જ્યારે ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામના આદિવાસી યુવાન પૂરમાં તણાઈ મૃત્યુ પામ્યો છે. તેવામાં મૃતક રાકેશ વસાવાના પરિવારને 11 ઓક્ટોબર 2023ની રાત્રીએ 11:00 કલાકે ચેક આપવાનું કારણ શું..? 4 તારીખનો ચેક કયા કારણોસર વિલંબ થયો સહિતના પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા છે. આ અંગે આદિવાસી અસરગ્રસ્ત વિસ્તારના તમામ લોકોને પૂરતી સહાય મળે તેવી માંગ સાથે આદિવાસી સમાજના આગેવાન ધનરાજ વસાવા, હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ અને મૃતક પરિજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Next Story